ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, મોરેશિયસની ડેન્ટલ કોલેજ અને વડોદરાની મનુભાઈ પટેલ ડેન્ટલ કોલેજના ચેરમેન ડો. રાજેન્દ્રસિંહ રાઠોડના ૬૦મા જન્મદિને યોજાયેલા કાર્યક્રમ ‘બ્લુ બર્ડ સેરેમની’માં રાજવી પરિવારે રાજેન્દ્રસિંહની રજતતુલા કરીને ૯૦ કિલો ચાંદીની કિંમતના રૂ. ૬૦ લાખ વર્લ્ડ ડેન્ટલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગંત આપીને નિઃશુલ્ક દંતયજ્ઞો યોજવાની જાહેરત કરી હતી. સમગ્ર ભારતના ૩૬ રાજ્યના ૬૫૭ જેટલા જિલ્લાઓના જરૂરિયાતમંદોના દાંત અને મોઢાંના રોગોની સારવાર આ દાનથી થશે.