રાજકોટ પોલીસ કમિશનરની બદલી કરીને સસ્પેન્શન સુધીનાં પગલાં

Friday 25th February 2022 08:54 EST
 

રાજકોટ: કમિશનબાજી અને રૂ. ૭૫ લાખનો તોડ કરવાના કેસમાં રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનું વધુ એક વખત નિવેદન નોંધાયું છે. બીજી બાજુ કમિશનર મનોજ અગ્રવાલની સાઇડપોસ્ટ પર બદલી કરી સસ્પેન્શન સુધીનાં પગલાં લેવાય તેની સંક્ત મળી રહ્યા છે. જોકે કમિશનર અગ્રવાલનું કહેવું છે કે તેઓ આ અંગે કશું જાણતા નથી. કમિશનર અગ્રવાલ અને ક્રાઇમ બ્રાંચના પીઆઇ ગઢવી સહિતના સ્ટાફ સામે રૂ. ૭૫ લાખના તોડની ડીજી વિકાસ સહાય તપાસ કરી રહ્યા છે.
તપાસ ટીમે અગાઉ ફરિયાદી સખિયાબંધુ, તેના સાક્ષીઓ, પોલીસ કમિશનર અગ્રવાલ, પીઆઇ ગઢવી, પીએસઆઇ સાખરા સહિતના લોકોનાં નિવેદનો નોંધ્યા હતો. ૧૮ ફેબ્રુઆરીએ ફરી એક વખત જગજીવન સખિયા તપાસનીશ અધિકારી સમક્ષ હાજર થયા હતા અને મહત્ત્વના પુરાવા રજૂ કર્યા હતા. પુરાવા હાથ લાગ્યા બાદ કમિશનર અગ્રવાલને ગાંધીનગર હાજર થવા સૂચના અપાઇ હતા અને ૧૯ ફેબ્રુઆરીએ વધુ એક વખત અગ્રવાલનું નિવેદન નોંધાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter