રાજકોટનું અદ્યતન માછલીઘર ખુલ્લું મુકાયુ

Wednesday 09th May 2018 07:13 EDT
 
 

રાજકોટ: શહેરની ભાગોળે આવેલા પ્રદ્યુમ્ન પાર્ક ઝુ ખાતે મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષે અત્યાધુનિક માછલીઘરનું નિર્માણ કરાયું હતું જેને બીજી મેથી વિધિવત્ રીતે મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકાયું છે. માછલીઘરમાં ૩૫થી વધુ પ્રજાતિઓની માછલી કે જેમાં મોલી ફીશ, સ્ટીંગ રે ફીશ, ડોલર ફીશ, જંગલ એવાસ્કેપ, સાઉથ અમેરિકન ચીલ્ડ, ડીસ્ક્સ, મોનો એંજલ, ગપ્પી સેન્ટ્રલ અમેરિકા, ડમસોની, બાર્બ ફીશ, ગોલ્ડ ફીશ, ઝેબ્રા ફીશ, ગોરોમી ફીશ, ફ્લાવર હોર્ન, ટેટ્રા મોન્સ્ટર, મલાવાઈ ચીલ્ડ, શાર્ક કેટ ફીશ, પેરોટ ફીશ વગેરેનો સમાવેશ થાય છે તેને ૨૯ વિશાળકાય કાચના બોક્સમાં પ્રદર્શિત કરાઈ છે. ૩ વર્ષની નીચેના બાળકો માટે નિઃશુલ્ક તેમજ તેથી વધુ વયના મુલાકાતીઓ માટે રૂ. ૫ની પ્રવેશ ફી રાખવામાં આવી છે. માછલીઘરની અન્ય એક વિશેષતા એ પણ છે કે તેનું બાંધકામ ‘ફીશ’ આકારનું એટલે કે માછલી આકારનું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter