રાજકોટમાં દે ધનાધનઃ ૧૮ ઇંચ વરસાદ

Thursday 15th August 2019 07:15 EDT
 
 

રાજકોટઃ શહેર ઉપર આભ ફાટ્યું હોય તેમ નવમી ઓગસ્ટે દે ધાનધન ૧૮ ઈંચ (૪૪૮ મિમી) તોફાની વરસાદ વરસતા શહેરમાં સર્વત્ર જળબંબાકાર થઈ ગયો હતો. તમામ માર્ગો ઉપર ગોઠણથી કમરડૂબ પાણીને કારણે વિવિધ વિસ્તારો જુદા જુદા ટાપુના સમૂહ બની ગયા હોય તેમ જનજીવન થંભી ગયું હતું.
સેંકડો મકાનોમાં પાણી ભરાતા સત્તાવાર રીતે ૧૦૦૦ લોકોનું સ્થળાંતર કરાયું છે. ભારે વરસાદને કારણે અંડરબ્રિજ સહિત તમામ રસ્તાઓ જળબંબાકાર બની ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાંથી ૧૦૦૦ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતું. મહાપાલિકા, પોલીસ, જિલ્લા વહીવટી તંત્ર તથા એનડીઆરએફની ટીમો દિવસ દરમિયાન દોડતી રહી હતી. રાજકોટવાસીઓ માટે ૧૮ ઈંચ વરસાદ કહીં ખુશી, કહીં ગમ સમાન બની રહ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter