રાજકોટમાં બન્યું અનોખું ગાંધી પોસ્ટકાર્ડ

Monday 05th October 2015 12:54 EDT
 
 

રાજકોટઃ રાજકોટના રહિશે છ મહિનાની મહેનત પછી વિશ્વનું સૌથી મોટું અને વજનવાળું પોસ્ટકાર્ડ બનાવ્યું છે. ૪૦ કિલો વજન ધરાવતા આઠ ફુટ લાંબા અને ચાર ફુટ પહોળા વૂડન સીટમાંથી બનાવવામાં આવેલા આ પોસ્ટકાર્ડને મીનુ જસદણવાલાએ ‘વર્લ્ડ બિગેસ્ટ પોસ્ટકાર્ડ - એડ્રેસ ટુ ગાંધીજી’ નામ આપ્યું છે. મીનુ જસદણવાલાનો પરિવાર ગાંધી વિચારધારા ધરાવે છે. ૨૬ વર્ષીય મીનુએ માત્ર ૧૩ વર્ષની ઉંમરે ગાંધીજીની આત્મકથા ‘મારા સત્યના પ્રયોગો’ વાંચી હતી અને એ સમયથી તેને ગાંધીજી માટે વિશેષ લાગણી જન્મી હતી. મીનુ કોઈપણ કાર્યક્રમમાં કે જન્મદિનની પાર્ટીમાં કોઈને પણ ભેટ આપે તો એમાં તે ગાંધીજીની આત્મકથા જ આપે છે. મીનુ કહે છે કે, ‘નેલ્સન મન્ડેલાને આજના યુવાનો જેટલું માન આપે છે તેટલું માન ગાંધીજીને નથી આપતા. એનું કારણ માત્ર એ છે કે ગાંધીજી આપણે ત્યાં જન્મ્યા હતા.’ મીનુના આ પોસ્ટકાર્ડને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ અને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ સ્થાન મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter