રાજાશાહી સમયના 145 વર્ષ જૂના ઝૂલતા પુલનું યુરોપ કનેક્શન

Friday 04th November 2022 07:27 EDT
 
 

સૌરાષ્ટ્રના પેરિસ કહેવાતા મોરબીના રાજા વાઘજી ઠાકોર દ્વારા મચ્છુ નદી પર ઝુલતો પુલ બનાવવામાં આવ્યો હતો. જેનું બાંધકામ વર્ષ 1877માં કરવામાં આવ્યું હતું. 765 ફૂટ લાંબો અને 4.6 ફૂટ પહોળો હવામાં ઝુલતો પુલ બનતાં એ વખતનું ખોબા જેવડું મોરબી દેશના નકશામાં અને અનોખા પુલનાં લીધે આગવું સ્થાન મેળવી શક્યું હતું. મોરબીની શાન સમો ઐતિહાસિક ઝુલતો પુલ ઋષિકેશમાં લક્ષ્મણ ઝુલા પછીનો ભારતનો બીજા નંબરનો પુલ છે. મોરબીનો ઝુલતો પુલ બનાવવાની પ્રેરણા રાજાને તેમના યુરોપ પ્રવાસમાંથી મળી હતી. યુરોપમાં ફરતી વેળાએ રાજાએ તેમના યુરોપ પ્રવાસમાંથી મળી હતી. યુરોપમાં ફરતી વેળાએ તેમને એક પુલ જોઇને મોરબીના મચ્છુ નદી પર પુલ બાંધવાનું નક્કી કર્યું હતું. મોરબીના પ્રજા માટે પુલનું નિર્માણ કરાવ્યું હતું. મોરબી શહેરમાં 1979માં વિનાશક પૂર આવ્યું હતું. 2001માં આવેલા ભૂકંપ જેવી બે-બે કુદરતી હોનારતો આ પુલ સહન કરી ચૂક્યો છે. ઉપરોક્ત બંનેય હોનારતોમાં પુલને નુકશાન થયું હતું. જોકે, તેની મૂળ રચનામાં છેડછાડ કર્યા વિના તેનું સમારકામ કરવામાં આવેલું છે. મોરબી વાસીઓને રજવાડા તરફથી મળેવા આ અમૂલ્ય વારસાની યોગ્ય જાળવણી માટે તેમજ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે સરકારે 2005ની સાલમાં ઝુલતા પુલને હેરીટેજ સ્થળમાં સમાવી લીધો અને સાથોસાથ આ અમૂલ્ય વારસાની જાળવણી માટે ખાનગી સંસ્થાને પણ પાલીકા દ્વારા સોંપી દેવાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter