રામનાથ કોવિંદ ઘેલા સોમનાથના દર્શને આવશે

Wednesday 30th August 2017 09:20 EDT
 
 

રાજકોટ: રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રથમ જ વખત રામનાથ કોવિંદ સૌરાષ્ટ્ર આવશે. રાજકોટ જિલ્લાના વિંછિયા તાલુકાના ઘેલા સોમનાથ દર્શનાર્થે તેઓ આવતા હોઈને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર હાલમાં તડામાર તૈયારીમાં પડી ગયું છે. ત્રીજી સપ્ટેમ્બરે બપોરે ૪ વાગ્યાની આસપાસ રાષ્ટ્રપતિનું ઘેલા સોમનાથ આમગન થશે. આ માટે અહીં હેલિપેડ બની રહ્યું છે. કોવિંદ હેલિકોપ્ટર દ્વારા સીધા જ મંદિર પહોંચ્યા બાદ ઘેલા સોમનાથ દાદાની પૂજા અને દર્શન પછી પાંચ કિ.મી. દૂર આંબરડી ગામે સૌની યોજનાની લિંક-૪ની અંદાજે રૂ. ૧૭૦૦ કરોડ યોજનાનું ખાતમૂહુર્ત કરશે. આ ખાતમુહૂર્ત બાદ સંભવતઃ ફરી ઘેલા સોમનાથ આવી રાષ્ટ્રપતિ વોટરપ્રુફ ડોમમાં સભાને સંબોધશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter