રાજકોટ-બેંગ્લોર વચ્ચે ૨૪ ફેબ્રુઆરીથી ફ્લાઈટ શરૂ થશે

Monday 15th February 2021 04:57 EST
 

રાજકોટઃ કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે રાજકોટથી મુંબઈ તથા દિલ્હીને જોડતી વિમાની સેવા બંધ કરાઈ હતી. અનલોક બાદ દિલ્હી અને મુંબઈ સાથેની વિમાની સેવા તબક્કાવાર રાબેતા મુજબ શરૂ થઈ રહી છે ત્યારે રાજકોટથી બેંગલુરુની નવી વિમાની સેવાની જાહેરાત કરાઈ છે. રાજકોટ થી બેંગલુરુની ફ્લાઈટ શરૂ કરવા માટેની ઘણા સમયથી માગ કરવામાં આવી હતી જેને લઈને એરપોર્ટ ઓથોરિટી અને સ્પાઈસ જેટ દ્વારા મિટિંગ પૂરી થયા બાદ આગામી ૨૪ ફેબ્રુઆરીથી રાજકોટથી બેંગલુરુ માટેની ફ્લાઈટ શરૂ કરાશે. 




to the free, weekly Gujarat Samachar email newsletter