લગ્ન નોંધણી ફોર્મમાં સહી કરાવી યુવતી પર વારંવાર દુષ્કર્મ

Saturday 08th February 2020 07:50 EST
 

રાજકોટઃ યુનિવર્સિટી રોડ પરના વિસ્તારમાં રહેતી યુવતી જામનગરમાં રહેતા જયદીપ દેવાયત ડવ સાથે ફેસબુક મારફતે સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જયદીપે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી લગ્ન નોંધણીના ફોર્મમાં સહી કરાવ્યા પછી યુવતી પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ ફરિયાદમાં યુવતીએ જણાવ્યું કે જયદીપ સોશિયલ મીડિયાથી વર્ષ ૨૦૧૦માં તેના પરિચયમાં આવ્યો હતો. જયદીપે લગ્ન છુપાવીને યુવતીને કહ્યું હતું કે તેના છુટાછેડા થઈ ગયા છે. પ્રેમસંબંધમાં તેણે વારંવાર દુષ્કર્મ આચરીને, દારૂ પીને માથાકૂટ પણ કરીને જાનથી મારી નાંખવાની ધમકી પણ યુવતીને આપી હોવાનું યુવતીએ જણાવ્યું હતું. જયદીપના કૃત્યમાં તેના ત્રણ મિત્રો અજય ભાદરકા, દર્શક ધ્રાગા અને અનિલ બધિયાના પણ નામ યુવતીએ આપતાં પોલીસે ચારેય વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી આગળ ચલાવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter