લગ્નના દિવસે જ ડેંગ્યુથી મહિલા તબીબનું મૃત્યુ

Wednesday 29th November 2017 06:39 EST
 

દીવઃ દીવમાં સરકારી હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ મેનેજર તરીકે ફરજ બજાવતા ડોક્ટર મૃણાલ ઓઝાનું ડેંગ્યુના કારણે મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની છવાઈ છે. ૨૩ નવેમ્બરે ડોક્ટર મૃણાલ ઓઝાના લગ્ન હતા તેથી દસ દિવસ પહેલાં દીવમાં ફરજ પરથી રજા લઈને ગામ દમણ જવા રવાના થયા હતા. તેઓને શરદી અને તાવ હતા. તેમણે મેડિસીન ચાલુ રાખી છતાં બીમાર રહેતાં દમણ હોસ્પિટલમાં સારવાર લીધી અને ત્યારબાદ વાપી હોસ્પિટલમાં સારવાર માટે ગયાં, પરંતુ તબિયત વધુ લથડતાં અને પ્લેટલેટ કાઉન્ટ ઘટી જતાં મુંબઈ કોકિલાબહેન હોસ્પિટલમાં તેમને દાખલ કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન ૨૩ નવેમ્બરે લગ્નના દિવસે જ તબીબે છેલ્લાં શ્વાસ લીધાં હતાં. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter