લાડુ સ્પર્ધાના પુરુષ વિજેતાએ ૨૩ લાડુ ખાધાઃ મહિલાએ ૧૮

Wednesday 06th September 2017 09:53 EDT
 
 

રાજકોટઃ રાજકોટમાં દર વર્ષની જેમ ગણેશોત્સવ દરમિયાન રવિવારે લાડુ અને પાણીપુરી ખાવાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પ્રથમ આવનાર સ્પર્ધકે પુરુષ વર્ગમાં ૨૩ લાડુ અને મહિલા વર્ગમાં ૧૮ લાડુ ખાધા હતા. રાજકોટમાં ગણેશોત્સવ દરમિયાન યોજાયેલી લાડુ ખાવાની સ્પર્ધામાં પુરુષ વર્ગમાં ગોવિંદ લુણાગરિયા ૨૩ લાડુ ખાવા સાથે પ્રથમક્ર ક્રમે રહ્યા હતા. જયારે મહિલા વર્ગમાં સાવિત્રીબહેન યાદવ ૧૮ લાડુ ખાઈને પ્રથમ ક્રમે રહ્યાં હતાં. ઉપરાંત દિવ્યાંગ વર્ગમાં ચેતન મકવાણાએ ૧૦ લાડુ ખાઈને સ્પર્ધા જીતી હતી. પાણીપુરી સ્પર્ધામાં સંજનાબહેન વડોદરિયાએ પાંચ મિનિટમાં ૫૯ પાણીપુરી ખાધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter