લાલ જાજમઃ ગોંડલમાં લીલાં નહીં, લાલ ચટાકેદાર મરચાંનો પાક તૈયાર

Wednesday 16th November 2022 05:26 EST
 
 

ગોંડલ તાલુકાના મોટા માંડવા, રામોદ પંથકમાં લાલ ચટાકેદાર મરચાંના ખેતરોમાં લીલી નહીં, લાલ જાજમ પથરાઇ છે અને તીખાં તમતમતાં મરચાંનો પાક બજારમાં આવવાની તૈયારીમાં છે. શિયાળાની શરૂઆત થતાં જ ખેતરો લાલ જાજમ પાથરી હોય તેવા દેખાવા લાગે છે. સૌરાષ્ટ્રના મરચાં આમેય જગમશહૂર છે. ખાસ કરીને રેશમપટ્ટો, ઘોલર, ડબલ ઘોલર, કાશ્મીરી મરચાંની જાતોએ સૌરાષ્ટ્રની અલગ ઓળખ ઉભી કરી છે. સૌરાષ્ટ્ર તરફ ખેતી માટે આવતા આદિવાસી લોકો કે જેઓ મજૂરી કરવા આવતા હોય તે લોકો ખૂબ તિખાશવાળી નાની મરચીના શોખીન હોય છે. આથી મરચીનું વાવેતર પંથકમાં વધ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter