લીંબડીના કોંગ્રેસી MLA સાંકળો લઈ ધૂણતા હોવાનો વીડિયો વાયરલ

Monday 10th February 2020 05:49 EST
 
 

અમદાવાદઃ લીંબડી બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય સોમા ગાંડા પટેલ માથે સાફો પહેરીને હાથમાં સાંકળો લઈને ધૂણતા હોય તેવો ૨૦ સેકન્ડનો વીડિયો રવિવારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેઓ સાંકળો પોતાની પીઠ ઉપર મારતાં હોય તેવું વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. વીડિયોમાં ધારાસભ્ય પર પૈસાનો વરસાદ પણ થઈ રહ્યો છે. જોકે આ વીડિયો ક્યા સમયગાળાનો છે તે સ્પષ્ટ થયું નથી.
સોશિયલ મીડિયા પર વીડિયોને જોઈ લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા છે અને એવી કોમેન્ટ કરી રહ્યા છે કે, પ્રજાના પ્રતિનિધિ તરીકે આ ધારાસભ્ય અંધશ્રદ્ધાને પ્રોત્સાહન મળે તેવું કામ કેમ કરે છે? કેટલાકે એવી પણ કોમેન્ટ કરી છે કે, આમ તો આ ધારાસભ્ય પ્રજાલક્ષી કામો બાબતે લોકો વચ્ચે દેખાતા નથી અને કાર્યક્રમમાં ધૂણી રહ્યા છે. અગાઉ પણ આ ધારાસભ્યનો ધૂણતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter