લોકગાયિકાનો પરણિત બેન્જો માસ્ટર પ્રેમી સાથે દવા ગટગટાવી આપઘાત

Monday 12th October 2020 06:42 EDT
 
 

જસદણ: પંથકમાં ભજનિક અને લોકગાયિકા તરીકે નામના ધરાવતી યુવતી હેતલ ડાભીએ તેના પરણિત અને બે સંતાનના પિતા એવા પ્રેમી રાજેશ સાથે ૧૦મી ઓક્ટોબરે સવારે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હતો. જસદણના સોમનાથ પીપળિયા ગામની ઉમટ વાડીમાંથી બંનેનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ મામલાની પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચીને પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં યુવક બેન્જો માસ્ટર રાજેશ હોવાનું જાણવા મળ્યું હતું. હેતલ ડાભી અને રાજેશ વચ્ચે ૪ વર્ષથી પ્રેમસબંધ હોવાનું જણાયું હતું અને બંને સાથે જ ભજનના કાર્યક્રમોમાં જતાં હતાં, પરંતુ લોકડાઉનના લીધે કાર્યક્રમો બંધ હોવાથી બંને વચ્ચે અંતર વધી જતાં બંનેએ ઝેરી દવા ગટગટાવી લીધાનું જાણવા મળ્યું હતું.
પોલીસને મળેલી સુસાઇડ નોટમાં પણ બંનેએ સાથે મળીને એવો ઉલ્લેખ કર્યો હતો કે સાથે જ જીવીશું અને સાથે જ મરીશું. આ ભવમાં એક થઇ શકીએ તેમ નથી, માટે આ દુનિયા છોડી દેવાનું અમારી મરજીથી નક્કી કર્યું છે.




to the free, weekly Gujarat Samachar email newsletter