લોકડાઉન વચ્ચે ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું

Monday 27th April 2020 14:55 EDT
 
 

ગોંડલ: ભારતભરમાં ઘણાં રાજ્યોમાં ફેલાયેલા કોરોના વાયરસ અને વધતા જતાં કોરોનાના કેસોની વચ્ચે સૌરાષ્ટ્રમાં મોખરાનું સ્થાન ધરાવતા ગોંડલ શાકભાજી માર્કેટ યાર્ડમાં મીઠી મધુર અને ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન થવા પામ્યું છે. કોરોના વાઈરસને લઈને લોકડાઉન વચ્ચે કેસર કેરીની સિઝનનો આ વર્ષે ૧૫થી ૨૦ દિવસ મોડો પ્રારંભ થવા પામ્યો છે. તેમ છતાં ગોંડલ શાકભાજી માર્કેટ યાર્ડમાં છેલ્લા એક અઠવાડિયાથી કેસર કેરીની આવક થઈ હોવાના અહેવાલ ૨૦મીએ આવ્યા હતા. યાર્ડમાં રોજિંદા કેસર કેરીના ૨૫૦ બોક્સની આવકો જોવા મળે છે.
કોરોના અને લોકડાઉન વચ્ચે ગુજરાતભરના ઘણાં માર્કેટ યાર્ડ બંધ હાલતમાં છે, પરંતુ શાકભાજી માર્કેટ યાર્ડમાં સરકાર દ્વારા આપવામાં આવેલ છૂટછાટો અને તકેદારી મુજબ ગોંડલ શાકભાજી માર્કેટ યાર્ડમાં આ વર્ષે પણ ગોંડલ પંથકમાં કેસર કેરી પાકતી ન હોવા છતાં તાલાળા કરતાં ગોંડલમાં કેરીનું વહેલું આગામન થયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter