લોકડાઉનમાં અઢી કરોડથી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવનાં ઓનલાઇન દર્શન કર્યાં

Tuesday 28th April 2020 14:53 EDT
 
 

પ્રભાસ પાટણઃ પ્રથમ જ્યોતર્લિંગ સોમનાથ મહાદેવનો ૭૦મો સ્થાપના દિન તિથિ મુજબ વૈશાખ સુદ પાંચમ, આ વર્ષે ૨૭મી એપ્રિલે હતો. લોકડાઉનને કારણે દર્શનાર્થીઓ માટે મંદિર બંધ છે. પરંતુ પૂજારીઓ દ્વારા દૈનિક પૂજન- અર્ચન કરવામાં આવે છે. અને તેના ઓનલાઇન દર્શન કરતાં દર્શનાર્થીઓની સંખ્યા વધી છે. લોકડાઉન દરમિયાન અઢી કરોડથી વધુ દર્શનાર્થાઓએ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં છે. જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ટ્રસ્ટી-સેક્રેટરી પી. કે. લહેરીએ જણાવ્યું કે, આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનો પ્રાણ-પ્રતિષ્ઠા-સ્થાપના દિવસ તિથિ મુજબ ૧૧મી મેના રોજ આવે છે. આ જ્યોતિર્લિંગ ખાતે તિથિ અને તારીખ એમ બંને દિવસે ખાસ પૂજન-અર્ચન કરવામાં આવે છે. તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદજીના કરકમળો દ્વારા સોમનાથ મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી.આ વર્ષે ૨૭મી એપ્રિલે દિને કોરોના મહામારીમાંથી સૌને રાહત મળે તે માટે વિશિષ્ટ પ્રાર્થના પણ કરાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter