વાંકાનેરની રોલ્સ રોય્સ પ્રિઝર્વેટિવ કેટેગરીમાં દેશમાં પ્રથમ ક્રમાંકે આવી

Wednesday 15th March 2017 08:20 EDT
 
 

વાંકાનેરઃ હૈદ્રાબાદમાં તાજેતરમાં યોજાયેલા હેરિટેજ કાર મેળામાં વાંકાનેરના રાજવી પરિવાર પાસે રહેલી રોલ્સ રોયઝને સાચવણીની દૃષ્ટિએ પ્રથમ ક્રમ મળ્યો છે.
વાંકાનેરના રાજવી પરિવારની ચોથી પેઢી આ કાર તેમની અનોખી ઓળખ હોય તેવી રીતે જાળવણી કરે છે. જેના લીધે આ કારને પ્રિઝર્વેટીવ કેટેગરીમાં સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન મળ્યું છે. હૈદ્રાબાદમાં કાર્ટિયર કંપની દ્વારા વિવિધ કેટેગરીમાં હેરિટેજ કારની કોમ્પિટિશન યોજાઈ હતી. તેમાં આ વખતે વાંકાનેર રાજવી પરિવાર પાસે રહેલી અનેક હેરિટેજ કારના કાફલામાંથી ૧૯૨૧માં વાંકાનેરના મહારાણા અમરસિંહજીએ ખરીદેલી કારને હાલના યુવરાજ કેશરીદેવસિંહજીએ પ્રિઝર્વેટીવ કેટેગરીમાં રજૂ કરી હતી.
યુનેસ્કો દ્વારા વર્ષ ૨૦૧૬-૨૦૧૭ને હેરિટેજ મોટરકાર યર તરીકે ગણાવ્યું છે ત્યારે વાંકાનેર રાજ પરિવારની આ કારને તેની કેટેગરીમાં યુનેસ્કોના પ્રતિનિધિ દ્વારા સમગ્ર ભારતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે.
પ્રિઝર્વેટીવ કેટેગરીનો અર્થ
વાંકાનેર યુવરાજ કેશરીદેવ સિંહજીના જણાવ્યા અનુસાર આ કેટેગરીમાં તેવી કાર પસંદ કરવામાં આવે છે કે જે તેના કંપનીના જ ઓરીજીનલ પાર્ટસ- ઢાંચો, કલર અને તમામ વસ્તુઓ તેની તે જ હોય. જે હેરિટેજમાં સાચવવી ઘણી જ મુશ્કેલ હોય છે.
૯૬ વર્ષથી સાચવણી
રોલ્સ રોય્સ સિલ્વર કારને વાંકાનેરના મહારાજાએ ખાસ ઈંગ્લેન્ડની ૧૯૨૧માં મંગાવી હતી અને તેઓ બાદ આજે આ ચોથી પેઢી પોતાના વડવાઓની નિશાની અને યાદગીરીને એ જ સ્થિતિમાં સાચવી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter