ભાવનગરઃ મહુવામાં નવનિર્મિત તાલુકા સેવા સદનનું લોકાર્પણ ૨૯મી જુલાઈએ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. સમારોહ અંતર્ગત મુખ્ય પ્રધાને પોતાના ઉદબોધનમાં ગુજરાત અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કર્યાં હતા. તેમણે વિકાસની દૃષ્ટિએ ભાવનગર જિલ્લાને નં. ૧ બનાવવાની વાત પર ભાર મૂક્યો હતો. આનંદીબહેન કાર્યક્રમમાં વક્તવ્ય આપવા ઊભા થયા ત્યારે કેટલાક દલિતો ‘દલિત સમાજને ન્યાય આપો’ના નારા સાથે હાથમાં કાળા વાવટા ફરકાવતા ઊભા થયા હતા. પોલીસે એ તમામની અટકાયત કરી હતી.