વિદાય પછી દુલ્હન બેભાનઃ દુલ્હેરાજા રડી પડ્યા

Wednesday 02nd May 2018 06:41 EDT
 

ગોંડલઃ એક તરફ ઉનાળો અને એકતરફ લગ્નસરાની સિઝન વચ્ચે ગોંડલમાં નવવધૂ તાપથી બેભાન થવાનો કિસ્સો ૨૭મીએ બન્યો હતો. ગોંડલ શહેરમાં એક વાડીમાં સાંજેના સુમારે લગ્નવિધિ અને કન્યાવિદાય પછી દુલ્હનને વળાવી દેવામાં આવી હતી. એ પછી દુલ્હન રસ્તામાં અચાનક જ બેભાન થઈ જતાં દુલ્હેરાજાની ગાડી દુલ્હનને લઈને પૂરપાટ હોસ્પિટલે પહોંચી હતી. વરરાજાની ગાડી પવનવેગે જેતપુર રોડ પરથી પસાર થતાં સૌ ચકિત થઈ ગયા હતા. હોસ્પિટલમાં બેભાન દુલ્હનને જોઈને વરરાજાની આંખમાં આંસુ આવી ગયા હતા. જોકે મેડિકલ સ્ટાફે જણાવ્યું કે ગરમી અને થાકના કારણે દુલ્હન બેભાન થઈ ગઈ છે એ પછી વરરાજા સાથે જાનૈયાઓને હાશ થઈ હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter