સોમનાથ દર્શનના ફોટા સાથે કંગનાએ કરેલા ટ્વિટની ચર્ચા

Wednesday 16th September 2020 07:30 EDT
 
 

પ્રભાસ પાટણઃ અભિનેત્રી કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે તેના બંગલાની તોડફોડ અંગે વિવાદ ચાલે છે તેમાં રોજ નવા સમાચાર આવતા રહે છે. આ કડીમાં ૧૨મી સપ્ટેમ્બરે સવારે ૭-૩૦ વાગ્યે કંગનાએ સોમનાથ મહાદેવ મંદિર પૂજાના ફોટા સાથે વધુ એક પ્રહાર કરતાં ટ્વિટ કરી હતી. આ ટ્વિટમાં તેણે લખ્યું 'સુપ્રભાત દોસ્તો, આ ફોટો સોમનાથ મંદિરનો છે. સોમનાથને કેટલાય હિંસક પ્રાણીઓએ કેટલીય વાર બેરહેમીથી ઉજાડયું, પરંતુ ઈતિહાસ સાક્ષી છે કે મંદિર અડીખમ છે. ક્રૂરતા અને અન્યાય કેટલાય શક્તિશાળી કેમ ન હોય અંતે જીત ભક્તિની થાય છે. હર...હર... મહાદેવ. અગાઉ કંગનાએ સોમનાથ મંદિરે દર્શન કરીને પૂજા કરી હતી. તે વખતની આ તસવીર ઘણી ચર્ચામાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter