સોમનાથ મંદિરમાં કીર્તિદાન ગઢવી કેપરી પહેરીને જતાં વિવાદ

Wednesday 01st August 2018 08:05 EDT
 
 

સોમનાથ: જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના મંદિરે દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશ આપતાં પહેલા બે જગ્યાએ કડક ચેકિંગમાંથી પસાર થવું પડે છે. આ મંદિરમાં દેવસ્થાનની ગરિમા જળવાય અને મર્યાદાનો લોપ ન થાય તે માટે ચોક્કસ પ્રકારના કપડાં પહેરીને મંદિરમાં પ્રવેશ સામે પ્રતિબંધ મુકાયો છે, પરંતુ તાજેતરમાં લોકગાયક કીર્તિદાન ગઢવી આ મંદિરમાં પ્રતિબંધ છતાં હાફ પેન્ટ પહેરીને દર્શન કરવા પહોંચ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિવાદ સર્જાયો છે.
સોમનાથ ટ્રસ્ટે તેમના ૭ કર્મચારીને નોટિસ ફટકારી છે.
ટ્રસ્ટના સેક્રેટરીએ જણાવ્યું હતું કે કીર્તિદાન ગઢવીને વીઆઈપી દર્શન કરાવાયા હતા. પરંતુ આમાં મંદિરના ફરજ પરના કર્મચારીએ બેદરકારી દાખવી છે. મંદિર પરિસરમાં પ્રતિબંધિત વિસ્તારમાં ફોટોગ્રાફી થયેલી હોવાની વાત પણ સામે આવી છે. જેથી બન્ને બનાવોમાં મંદિરના પ્રોટોકોલનું ઉલ્લંઘન થયું છે. ટ્રસ્ટના જનરલ
મેનેજર અને આઈટી સુપરવાઈઝર, બન્નેને આ અંગે સીસીટીવી ફુટેજ તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવા આદેશ અપાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter