સોમનાથ: વડાપધાન નરેન્દ્ર મોદીએ સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી દરમિયાન રવિવારે એક જાહેર સભાને સંબોધતા કહ્યું કે, સોમનાથનો નાશ કરનારા આક્રમણકારો હવે ઇતિહાસના પાનામાં સમાઈ ગયા છે, પરંતુ કમનસીબે, દેશમાં હજુ પણ એવી શક્તિઓ અસ્તિત્વમાં છે જે મંદિરોના પુનઃનિર્માણનો વિરોધ કરે છે. વડાપ્રધાને સોમનાથ મંદિરની મુલાકાત લીધી અને માત્ર પ્રાર્થના જ નહીં પરંતુ દેશના ઇતિહાસ, શ્રદ્ધા અને આત્મસ-માન સાથે સંબંધિત એક શક્તિશાળી સંદેશ પણ આપ્યો. સેંકડોની જનમેદનીને સંબોધતા મોદીએ જણાવ્યું કે આજે દેશના ખુણે ખૂણેથી લાખો લોકો આપણી સાથે જોડાયા છે. આ એક અદ્ભુત સમય છે, આ વાતાવરણ અદ્ભુત છે. એક તરફ મહાદેવ, બીજી તરફ સમુદ્રના મોજા, મંત્રોનો પડઘો અને ભકતોની હાજરી આ બધા આ પ્રસંગને દિવ્ય બનાવે છે.
વડાપ્રધાને સોમનાથ મંદિર ટ્રસ્ટના પ્રમુખ તરીકે આ ઐતિહાસિક ઉત્સવમાં સેવા કરવાની તક મળવા બદલ પોતાનું સૌભાગ્ય વ્યક્ત કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જેઓ તેમના ધર્મ પ્રત્યે સાચા છે તેઓ ક્યારેય કટરપંથી વિચારસરણીને ટેકો આપતા નથી. જોકે, તેમણે આરોપ લગાવ્યો કે જે લોકો તુષ્ટિકરણની રાજનીતિ કરે છે તેઓ હંમેશા આવી વિચારસરણીને વશ થયા છે. તેમણે કે પટેલે સ્વતંત્રતા પછી સોમનાથનું પુન:નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો ત્યારે તેમને રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
1951માં તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદની મંદિરની મુલાકાતનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. મોદીએ ચેતવણી આપી હતી કે આજે તલવારોને બદલે ભારત વિરુદ્ધ કાવતરું થડવા માટે નવી અને ગુપ્ત પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં, દેશને સતર્ક, મજબૂત અને એકતાપૂર્ણ રહેવાની જરૂર છે.
1000 વર્ષ પહેલાનો સંઘર્ષ, આજનું ગૌરવ
વડાપ્રધાન મોદીને કહ્યું કે આજે જયારે તેઓ અહીં ઉભા છે ત્યારે તેમના મનમાં વારંવાર વિચાર આવે છે કે 1000 વર્ષ પહેલા આ જ સ્થળે વાતાવરણ કેવું હોત. તેમણે કહ્યું, આપણા પૂર્વજોએ તેમની શ્રદ્ધા અને મહાદેવ માટે બધું બલિદાન આપ્યું. આક્રમણકારોને વિચાર્યું કે તેઓ જીતી ગયા છે, પરંતુ 1000 વર્ષ પછી પણ, સોમનાથનો ધ્વજ સમગ્ર વિશ્વને ભારતની શક્તિની સંદેશ આપતો રહે છે. સોમનાથનો ઇતિહાસ વિનાશનો નથી, પરંતુ વિજય અને પુનઃનિર્માણનો છે.
તેમણે કહ્યું કે આક્રમણકારો આવતા રહ્યા, પરંતુ સોમનાથ દરેક યુગમાં ફરી ઊભું થતું રહ્યું. ધીરજ, સંઘર્ષ અને પુનર્નિર્માણનું આવું ઉદાહરણ વિશ્વના ઇતિહાસમાં દુર્લભ છે.


