સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર ડેમ ઓવરફ્લો

Thursday 26th September 2019 07:23 EDT
 

જેતપુરઃ સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર ડેમની ઓવરફ્લો થવાની સમગ્ર સૌરાષ્ટ્રમાં આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ડેમ ૨૨મીએ ઓવરફ્લો થઈ ગયો હતો. આ ડેમમાં પૂરતું પાણી આવતાં રાજકોટ, જેતપુર સહિતના પંદરેક ગામોની ૨૨ લાખની વસ્તીની પીવાના પાણીની અને ૪૬ ગામોના ખેડૂતોને સિંચાઇ માટેની પાણીની સમસ્યા એક ઝાટકે દૂર થઈ ગઈ છે.
વર્ષ ૧૯૫૪માં ૪૫૪.૭૫ લાખના ખર્ચથી સિંચાઇના હેતુથી બનાવેલો ભાદર ડેમ ૩૪ ફૂટની ઉંચાઈ અને ૨૯ દરવાજા સાથે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ છે. આ ડેમની પાણી સમાવવાની કુલ ક્ષમતા ૬૬૪૮ એમસીએફટીની છે. છેલ્લા ૬૫ વર્ષથી અડીખમ ઊભેલો આ ડેમ અત્યાર સુધીમાં ૨૨ વખત ઓવરફ્લો થયો છે.
આ ડેમમાંથી રાજકોટ અને જેતપુર શહેરની ૨૨ લાખ જેટલી પ્રજાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter