હનીટ્રેપ-લૂંટના ગુનામાં ફરાર પુરુષ-મહિલા ઝડપાયા

Monday 18th January 2021 10:53 EST
 

રાજકોટ: બે વર્ષ પહેલાં રાજકોટનો યુવાન અશ્વિન પટેલ ફેસબૂકથી એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. અશ્વિન અને યુવતી કારમાં ચોટીલાથી આણંદપર-સણોસરા ગામના ડુંગરાળ વિસ્તારમાં ફરવા ગયા ત્યારે શામજી ધોબી, અતુલ સદાદીયા અને સંજય ચૌહાણે પોલીસ તરીકેની ઓળખ આપી હતી.
તે વખતે અશ્વિન પટેલ - યુવતીને પોલીસ મથકે મારકૂટ કરી હતી અને અશ્વિન પટેલ પાસેથી રૂ. ૧૦ હજાર પડાવી લેવાયા હતા. એ પછી અશ્વિન પાસેથી રૂ. ૧૦ લાખ પડાવી લેવાયા પછી અશ્વિનનો છૂટકારો થયો હતો.
આ અંગે ચોટીલા પોલીસે અશ્વિન પટેલની ફરિયાદ પરથી હનીટ્રેપમાં ફસાવનાર ટોળકી સામે ગુનો નોંધ્યો હતો અને શામજી ધોબી, અતુલ સદાદીયા અને સંજય ચૌહાણ સહિત ચારને ઝડપી લીધા હતા. જ્યારે આ કેસમાં જસદણનો જીગો ઉર્ફે રફીક અને નીતા કોળી ફરાર થઈ ગયાં હતાં.
હનીટ્રેપમાં ફસાયેલા અશ્વિન પટેલને જીગો ઉર્ફે રફીક અને નીતા કોળી ફોન કરીને બ્લેકમેઈલ કરી પૈસાની ઉઘરાણી કરતા હતા. આ અંગેની જાણ થતા ચોટીલા પોલીસે બન્નેનો કબજો લેવા તજવીજ હાથ ધરી હતી. આ બંને તાજેતરમાં ઝડપાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter