૧૯ વર્ષથી ગુમ મોહિલ માટે આજે પણ મમ્મી પથારી પાથરે છે

Wednesday 25th May 2016 09:09 EDT
 

રાજકોટઃ આશરે ૧૯ વર્ષ પહેલાં પોતાની કાકાની દીકરી બહેન ખુશ્બુ સાથે સાયકલ લઈને યાજ્ઞિક રોડ ફરવા ગયેલા બાળક મોહિલની હજુ સુધી કોઈ જાણ નથી અને તેના માતા - પિતા રસિલાબહેન તથા રસિકભાઈ આજે પણ પોતાના દીકરાની રાહ જુએ છે. રસિલાબહેન રોજ ઘરે મોહિલ માટે પથારી પાથરે છે અને તેની સાયકલ સાચવી રાખી છે. ૧૯ વર્ષ પહેલાં અપહૃત બાળક મોહિલની શોધ માટે સીઆઈડીથી અને સીબીઆઈની મદદ લેવાઈ હતી, પણ બાળકનો પત્તો મળ્યો નહોતો.
૧૯ વર્ષ પહેલાં ૨૧મી મે ૧૯૯૯ના રોજ શહેરના યાજ્ઞિક રોડ પર ધર્મન્દ્રસિંહજી કોલેજ પાસેથી અજાણ્યા માણસો મોહિલને ઉઠાવી ગયા હતા અને ત્યારે ખુશ્બુએ જ ઘરે જઈને પરિજનોને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી.




to the free, weekly Gujarat Samachar email newsletter