૬૪ કિ.મી.ની વેદના વેઠી પતિની સારવાર કરાવી

Thursday 23rd April 2020 14:56 EDT
 
 

રાજકોટઃ મોરબીમાં જૂના પાવરહાઉસ નજીક પેપર મિલ પાસે રહેતા પ્રયાગરાજના વતની સુરેશકુમારને ત્રણેક મહિના પહેલાં પગમાં કાચ ઘૂસી જતાં ગંભીર ઈજા થઈ હતી અને તત્કાલીન સમયે સર્જરી કરવી પડી હતી, હજુ પણ પગમાં પ્લાસ્ટરનો પાટો છે અને દર પંદર દિવસે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલે લઈ જવાના હોય છે. લોકડાઉન થતાં તેમની હાલત કફોડી બની હતી. રાજકોટ જવા માટે રિક્ષાવાળા બે હજાર, ત્રણ હજાર ભાડું માગતા હતા.
બે ટંક જમવાના સાંસા હોય ત્યારે ભાડું કેમ ચૂકવવું? એટલે પતિને હોસ્પિટલ લઈ જવા પત્નીએ પેપર મિલ પાસે આવેલી શાકભાજીની લારીવાળાને વિનંતી કરી એક દિવસ માટે લારી માગી. પત્ની મુન્નીએ પતિ સુરેશને લારીમાં બેસાડ્યો. ૨૧મી એપ્રિલે સવારે ૮ વાગ્યે લારીમાં પતિને લઇ મુન્નીએ લારી સાથે ચાલવાનું શરૂ કર્યું. ૧૨-૩૦ વાગ્યે ૬૪ કિ.મી. કાપી રાજકોટ આવી પહોંચી. રસ્તામાં અનેક પોલીસ અને લોકો મળ્યા પણ કોઈએ મદદ ન કરી હોવાનું મુન્નીએ જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter