૯૬ વર્ષના કસ્તુરબેનને ઝડપી ચાલમાં ગોલ્ડ મેડલ મળ્યો

Wednesday 07th March 2018 05:55 EST
 
 

જૂનાગઢ: જૂનાગઢ સિનિયર સિટીઝન્સ મંડળ દ્વારા ચોથી માર્ચે સવારે ભવનાથ રોડ પર આવેલા પંડિત દિનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ કેન્દ્રમાં સિનિયર સિટીઝન્સ માટે ઝડપી ચાલ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં ૯૦થી વધુ વયના વડીલો માટે એક કિ.મી. ૭૦થી ૮૦ વર્ષની વય માટે બે કિ.મી. તથા ૬૦થી૭૦ વર્ષની વયના વડીલો માટે ત્રણ કિ.મી.ની ઝડપી ચાલ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં ૬૪ ભાઇઓ તેમજ ૪૫ બહેનો મળીને કુલ ૧૦૯ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ૯૦થી વધુ વયમાં ૯૬ વર્ષના કસ્તુરબેન કાથરોટીયા એ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. જયારે અન્ય કેટેગરીમાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર ભાઇ - બહેનોને ગોલ્ડ, સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ તથા પ્રમાણપત્ર અપાયા હતા. આ સમયે મંડળના પ્રમુખ જે. બી. માંકડ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter