‘આપ’ના ઉમેશ મકવાણાએ મુખ્યપ્રધાન માનની હાજરીમાં ઉમેદવારી નોંધાવી

Wednesday 24th April 2024 05:23 EDT
 
 

ભાવનગરઃ આમ આદમી પાર્ટી (‘આપ’)ની પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત ગુજરાત પહોંચ્યા હતા અને 16 એપ્રિલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળના INDIA એલાયન્સના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાની ઉમેદવારી પ્રસંગે હાજરી આપી હતી.
કોંગ્રેસ અને ‘આપ’ વચ્ચે ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે સમજૂતી થઇ છે, જેના ભાગરૂપે ભાવનગર બેઠક ‘આપ’ના ફાળે આવી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી માન સાથે ‘આપ’ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, ધારાસભ્ય હેમંતભાઈ ખવા, ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી ઉપરાંત પ્રદેશ આગેવાનો, સ્થાનિક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter