‘તરિણી’ ગોવાથી ૧૨૦૦ કિલોમીટરનું અંતર કાપીને પોરબંદર પહોંચી

Wednesday 05th April 2017 08:04 EDT
 
 

પોરબંદરઃ જળ તટરક્ષક દળ – નૌસેનાની પાંચ મહિલાઓએ ૧૯મી ફેબ્રુઆરીએ સઢવાળી બોટ ‘તરિણી’થી દરિયાઈ સફર ખેડી છે. ૧૨૦૦ કિલોમીટરનું દરિયાઈ અંતર કાપીને આ મહિલાઓ બીજી એપ્રિલે પોરબંદર પહોંચી હતી. ગાંધી જન્મભૂમિ પર પહોંચેલી આ મહિલાઓનું આઈ.એન.એસ. સરદાર વલ્લભભાઈ પટેલ નેવલબેઝ દ્વારા ઓલવેધર પોર્ટ પરની જેટીએ પરંપરા મુજબ સ્વાગત કરાયું હતું.

ભારતીય નૌસેનામાં ૧૮મી ફેબ્રુઆરીએ ‘આઈ.એન.એસ. વી. તરિણી’નો સમાવેશ કરાયો હતો. આ જહાજ સંપૂર્ણપણે મહિલા અધિકારીઓ સંચાલિત છે. સઢવાળી આ આધુનિક શીપ લઈને ભારતીય નૌસેનાની મહિલા અધિકારીઓ ૫ દિવસમાં ૬૫૦ નોટીકલ માઇલ એટલે કે ૧૨૫૦ કિલોમીટરનું અંતર કાપીને ગોવાથી મુંબઈ અને ત્યાંથી પોરબંદર પહોંચી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter