• પાણી મામલે કોંગ્રેસના કોર્પોરેટરની ડે. ઈજનેર સાથે મારામારી

Wednesday 05th April 2017 08:08 EDT
 

રાજકોટ પાલિકાની ઓફિસમાં ત્રીજીએ સવારે આશરે ૧૨ વાગે શહેરના વોર્ડ નં-૧૮ના કોંગ્રેસના કોર્પોરેટર નિલેષભાઇ મારુ તથા અગ્રણી મયૂરસિંહ જાડેજા ઇસ્ટ ઝોનમાં પાણીની તંગીની ફરિયાદ કરવા ગયા હતા. મારુએ ઓફિસમાં ડે. ઈજનેર હેમેન્દ્ર કોટકને વોર્ડ નં-૧૮માં પાણી ન આવતું હોવા અંગે રજૂઆત કર્યા બાદ સીધા મારામારી પર ઉતરી આવ્યા હતા. આ અંગેની ફરિયાદ ઇજનેર દ્વારા તંત્રને કરાઈ છે.
• પૂર્વ પ્રધાન ભાદાણીના પુત્રનો હત્યાકેસમાં નિર્દોષ છુટકારો: અમરેલીના રહીશ વિજય જેઠવા અને અતુલ ભાદાણી બંને મિત્રો હતા. વિજય પર દેવું થઈ ગયું હોવાથી તે ચૂકવવું ન પડે તે માટે યોજના ઘડીને વિજયના કહેવાથી બીજી જૂન ૨૦૧૫ના રોજ અતુલ ભાદાણીએ તેમના લમણે ગોળી મારીને તેમની હત્યા કર્યાનું અમરેલીની કોર્ટમાં સ્વીકાર્યા પછી શંકાનો લાભ આપીને પૂર્વ કૃષિ પ્રધાનના પુત્ર અતુલ બેચરભાઇ ભાદાણીને અદાલતે ૩૧મીએ નિર્દોષ જાહેર કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter