રાજકોટઃ માંગરોળમાં ૪.૪ મેગ્નીટયુડનો ધરતીકંપ થયો છે. ચાલુ મહિનામાં માંગરોળમાં આ ચોથો આંચકો છે. ચાલુ મહિનામાં સમગ્ર ગુજરાતમાં ૩૩ આંચકા નોંધાયા હતા. સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ૨૭મીએ બપોરે ભૂકંપના હળવા આંચકા આવ્યા હતા. ૪.૪ મેગ્નીટયૂડ રાજકોટમાં ઊંચી ઈમારતોમાં ધ્રુજારી અનુભવાઈ હતી બાકીના શહેરીજનો અજાણ રહ્યા હતા. માંગરોળથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં ૪૭ કિ.મી. દૂર ૮.૯ કિ.મી.ની ઉંડાઈએ દરિયામાં તેનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું.૨૭મીએ રાત્રે પણ જૂનાગઢમાં ર.૪ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.

