ગાંધીનગરઃ દિલ્હીસ્થિત ભાજપ હેડકવાર્ટરમાં ભાજપ શાસિત રાજ્યોના પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાનો તથા પક્ષના અગ્રણી નેતાઓની બેઠક આશરે ૧૦ કલાક ચાલી હતી. નર્મદા બંધ પાસે આકાર લઈ રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ૩૧મી ઓક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ થવાનું છે. આ દિવસથી જ ભાજપ વિધાનસભા-લોકસભા ચૂંટણીઓમાં ઝંઝાવાતી પ્રચાર અભિયાનમાં આરંભ કરશે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ સમક્ષ ગુજરાતમાં રાજ્ય અને કેન્દ્રની સરકારની યોજનાઓના અમલ સંદર્ભે રિપોર્ટ રજૂ કર્યો હતો. વર્ષાંતે યોજાનારી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને અગામી વર્ષે યોજાનારી લોકસભાની તૈયારીના ભાગરૂપે યોજાયેલી આ બેઠકમાં મોદી સહિત ભાજપના ટોચના રણનીતિકારો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ રાષ્ટ્રીય સ્તરે પ્રચાર અભિયાનનો આરંભ ૩૧મી ઓક્ટોબરને સરદાર જંયતીથી કરશે. તેના માટે આ બેઠકમાં હાજર મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાનોને રૂપરેખા સાથે ગુજરાત સરકારે આમંત્રણ પણ આપ્યું હતું. વિધાનસભા-લોકસભા ચૂંટણીઓમાં પણ ભાજપ ગુજરાતની જેમ ‘વિકાસ’ના નામે મતદારો
સમક્ષ જશે.


