સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો હેલિકોપ્ટરમાંથી પણ...

Thursday 03rd January 2019 06:02 EST
 
 

કેવડિયા કોલોનીઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે હજારો પ્રવાસીઓ કેવડિયા કોલોની આવે છે. વ્યુઇંગ ગેલેરીમાંથી સરદાર સરોવર નર્મદા ડેમ તેમજ સાતપુડા, વિધ્યાંચલની પહાડીઓનો નજારો જોઇ શકાય છે. જોકે હવે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી વધુ સારી રીતે અને એરિયલ વ્યુથી જોઇ શકે તે માટે ગુજરાત સરકાર અને પ્રવાસન વિભાગ દ્વારા હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. દિલ્હીની હેરિટેજ એવિએશન કંપની દ્વારા ડેમ વિસ્તારમાં હેલીપેડ પરથી હેલિકોપ્ટરની રાઇડ શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રવાસીઓને હેલીકોપ્ટરમાં ૧૦ મિનિટનો એક રાઉન્ડ ફેરવવામાં આવે છે. જે માટે ટિકિટ દર રૂ. ૨,૯૦૦ છે અને આ સેવા શરૂ થતાં જ ૫૪ પ્રવાસીઓએ બુકિંગ કર્યું હતું. સવારના ૯.૩૦ કલાકથી બુકિંગ શરૂ થઇ જશે અને સૂર્યોદયના એક કલાક પહેલાં બંધ કરી દેવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter