અમદાવાદઃ ઓઢવમાં આવેલા અંબિકાનગર પમ્પિંગ સ્ટેશનમાં સ્ટોર્મ વોટર ડ્રેઇનની મરામત કામગીરી તાજેતરમાં ચાલી રહી હતી. આ કામગીરી કરી રહેલા ૪ શ્રમિકના ગેસ ગળતરથી ૧૮મીએ રાત્રે મૃત્યુ થયાં હતાં. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ઓઢવમાં આવેલા પમ્પિંગ સ્ટેશનમાં વરસાદી પાણીની લાઈનમાં ફેક્ટરીઓ દ્વારા કરેલા ગેરકાયદે કનેકશનને પગલે સ્ટોર્મ વોટર લાઇનમાં અત્યંત ઝેરી કેમિકલ પેદા થયા કરે છે જે શ્વાસ રુંધાવનારું સાબિત થાય છે. આ ઝેરી ગેસના ગળતરથી તાજેતરમાં આ ઘટના બની હતી. જોકે નિયમ મુજબ શ્રમિકોને સલામતીનાં સાધનો પણ નહીં અપાતા સુવરવાઇઝર અને કોન્ટ્રાક્ટર સામે ઓઢવમાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

