સ્ત્રીઓને દેવમંદિરોમાં પ્રવેશ આપવો જોઈએઃ સાધ્વી ઋતંભરા

Wednesday 23rd March 2016 06:56 EDT
 
 

અમદાવાદઃ મહિલાઓને મંદિરોમાં પ્રવેશ આપવો જોઈએ. જો ભગવાન માતાજીના સ્વરૂપને વંદન કરતા હોય તો પછી સમાજમાં આવી રૂઢિચુસ્તતા કેમ? સાધ્વી ઋતંભરાએ સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ સુરત દ્વારા અમદાવાદમાં ૨૦મી માર્ચે આયોજિત બાદશાહ સુકન્યા બોન્ડ અર્પણ સમારોહમાં આ સવાલ સમાજ સામે મૂક્યો હતો.
સુરતના લવજીભાઈ બાદશાહે શરૂ કરેલા બેટી બચાવો અભિયાનની દશાબ્દી પર્વ નિમિત્તે ૧૦,૦૦૦ પાટીદાર દીકરીઓને રૂ. ૨૦૦ કરોડના બોન્ડ આપવાના લક્ષ્યાંક સાથે ઉત્તર- મધ્ય ગુજરાતના ૧૪ જિલ્લાના ૧૧૦૦ દીકરોને આ પ્રસંગે બોન્ડ અપાયા હતા. આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ખોડલધામ, ઉમિયા માતાજી સંસ્થાન સહિત પાટીદાર સમાજના સંગઠનોના પ્રમુખ હોદ્દેદારોએ સમાજના લવજીભાઈ બાદશાહનું સન્માન કર્યું હતુ.
નોંધનીય છે કે સુકન્યા બોન્ડ અર્પણ યોજનાને લિમ્કા બુક ઓફ વર્લ્ડમાં પણ સ્થાન મળવાના સમાચાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter