અમદાવાદ: જાણીતા હાસ્યલેખક અને નાટ્યકાર સ્વ. તારક મહેતાનાં પત્ની ઇન્દુ તારક મહેતાનું ૧૯મીએ અમદાવાદમાં ૭૫ વર્ષની વયે અવસાન થયું છે. રવિવારે સાંજે ૪થી ૬ વાગ્યા દરમિયાન ગજ્જર હોલમાં બેસણું રાખવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલાં જ તેમને હાર્ટએટેક આવતાં હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. ત્યાં તેમની સ્થિતિ વધુ બગડતાં તેઓ કોમામાં ચાલ્યાં ગયાં હતાં. ગયા વર્ષે તારક મહેતાનું ૮૭ વર્ષની વયે અવસાન થયું હતું. તે પછી ઇન્દુબહેનની તબિયત સારી રહેતી ન હતી. ડિસેમ્બરમાં ‘તારક મહેતાઃ સ્મૃતિ વિશેષ ગ્રંથ’ના વિમોચનમાં ઇન્દુબહેને હાજરી આપી હતી. ઇન્દુબહેન મહેતાને અંગત જીવનમાં તારક મહેતા વ્હાલથી ‘જાડી’ કહીને સંબોધતા હતા જ્યારે ઇન્દુબહેન તારકભાઈને ‘વ્હાલુ’ કહીને સંબોધતા હતાા.


