સુરત-વલ્લભવિદ્યાનગરઃ નામ-ધર્માદો સ્વીકારવાની માંગ સાથે છેલ્લા એક મહિનાથી સુરતના રામપુરા સ્વામીનારાયણ મંદિરમાં ચાલી રહેલા આંદોલનમાં સરકારની મધ્યસ્થી બાદ ૧૬ જુલાઇએ આમરણાંત ઉપવાસ આંદોલનનો અંત આવ્યો હતો. ભાજપના પ્રદેશ મહામંત્રી અને સાંસદ મનસુખ માંડવિયા, વિધાનસભાના ઉપદંડક અજય ચોક્સી, સુરતના સાંસદ દર્શના જરદોશ સહિતના અગ્રણીઓએ આમરણાંત ઉપવાસ પર ઉતરેલા ૬૫ હરિભક્તોને પારણાં કરાવ્યાં હતાં. જોકે, નામ-ધર્માદો ન સ્વીકારાઇ ત્યાં સુધી મંદિરમાં દરરોજ રામધૂન કરવાનો નિર્ણય હરિભક્તોએ લીધો હતો.