અમદાવાદઃ દરિયાપુરમાં ૧૯૯૩માં અતિ આધુનિક હથિયારો ઉતારવાના કેસમાં વર્ષ ૨૦૦૮માં ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરાયેલા ડોન દાઉદ ઈબ્રાહિમના સાગરીત મમુમિયા પંજુમિયા સામે ૨૩ વર્ષે અમદાવાદ સેશન્સ કોર્ટમાં તહોમતનામું ઘડાયું છે. તહોમતનામા બાદ આગામી દિવસોમાં મમુમિયા સામે કેસની સુનાવણી હાથ ધરાશે.
કેસમાં ૨૩ વર્ષથી ફરાર એવા મમુમિયા પંજુમિયાની ક્રાઈમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી હતી. હાલમાં સાબરમતી જેલમાં કેદ મમુમિયા સેશન્સ કોર્ટ હાજર રાખી ૨૩ વર્ષ અગાઉ દરિયાપુર વિસ્તારમાં કે ૪૭, કાર્ટિજ અને ચાંદીના તાર ઉતારવાના કેસમાં તહોમતનામું ઘડવામાં આવ્યું છે.

