હપ્તો ઉઘરાવતાં ભાજપી કોર્પોરેટર પુલકિત વ્યાસ સસ્પેન્ડ

Wednesday 28th August 2019 08:59 EDT
 

અમદાવાદઃ ઈસનપુરના ભાજપના કોર્પોરેટર પુલકિત વ્યાસ ગેરકાયદે બાંધકામનાં હપ્તા પેટે રૂ. ૧૦,૦૦૦ની રકમ સ્વીકારતા હોવાનો વીડિયો તાજેતરમાં વાઇરલ થયો હતો. આ વીડિયોની તપાસ ચાલી રહી છે ત્યારે મ્યુનિસિપલ ભાજપના નેતા અમીત શાહે જણાવ્યું હતું કે, પુલકિત વ્યાસને ભાજપમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે. પક્ષના આ કડક વલણથી હપ્તા લેવા ટેવાઇ ગયેલા કોર્પોરેટરોમાં ફફડાટની લાગણી ફેલાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter