નવી દિલ્હીઃ ગુજરાતના પૂર્વ પ્રધાન હરેન પંડ્યાની હત્યાની તપાસ કોર્ટની દેખરેખ હેઠળ નવેસરથી કરવાની માગણી કરાઈ છે. એનજીઓ સીપીઆઇએલ દ્વારા સુપ્રીમમાં દાખલ કરાયેલી અરજીમાં કહેવાયું છે કે હાલમાં નવા ચોંકાવનારા મુદ્દા બહાર આવ્યા છે. અરજીમાં સોહરાબ કેસના એક સાક્ષીના નિવેદનનો સંદર્ભ અપાયો છે.


