હવે અમદાવાદ બનશે સ્પોર્ટ્સ સિટીઃ નારણપુરમાં ૧૮ એકરમાં સ્પોર્ટ્સ સંકુલ સાકાર થશે

Wednesday 03rd March 2021 03:36 EST
 
 

અમદાવાદ: ગુજરાત અને ભારત બાળકોને એશિયાડ, ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા માટે તૈયાર કરવાની નેમ સાથે અમદાવાદમાં મોટેરા વિસ્તારમાં ૨૩૩ એકર જમીનમાં સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સરદાર વલ્લભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અને નારણપુરમાં ૧૮ એકરમાં તૈયાર થનાર સ્પોર્ટ્સ સંકુલને પરિણામે રમત ગમત સ્પોર્ટ્સ સંકુલમાં વિશ્વ સ્તરીય તમામ રમતો માટે કોંચીંગની વ્યવસ્થા કરાશે અને શ્રેષ્ઠ ખેલાડીઓ તૈયાર કરાશે.
સૂચિત સ્પોર્ટ્સ સંકુલમાં એકસાથે ૩ હજાર બાળકો ટ્રેનિંગ લઇ શકે તેવી વ્યવસ્થા કરાશે. હવે આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ તૈયાર કરવા માટે અમદાવાદમાં સુવિધા ઉપલબ્ધ થશે અને ગુજરાતના રમતવીરો વિશ્વ સ્તરની રમતોમાં ભાગ લઇને અગ્રીમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કરે તે દિવસો દૂર નથી. આમ, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા તે સમયનું સ્વપ્ન હવે સાકાર થશે.
ગૃહ પ્રધાન અમતિ શાહે કહ્યું કે સ્પોર્ટ્સ અને સૈન્યમાં ગુજરાતના યુવાનો ઓછા ભાગ લેતા હોવાનું ધ્યાન પર આવ્યા પછી વડા પ્રધાનને ખેલો ઇન્ડિયા, ફિટ ઇન્ડિયાનો પ્રારંભ કર્યો હતો. રમતગમત ક્ષેત્રે યુવાનો આગળ ન વધે ત્યાં સુધી દેશ ખર્ચે પીપીપી મોડેલથી તૈયાર થનાર સ્પોર્ટ્સ એન્કવેલમાં હોકી, ફુટબોલ, એથ્લેટિક, સહિત તમામ ઇનડોર અને આઉટડોર રમતો આવરી લેવા ૨૦ સ્ટેડિયમને રમતગમત ક્ષેત્રે દેશનું નામ રોશન કરનાર ખેલાડીઓના નામ સાથે જોડાશે.
તેમણે કહ્યું કે, સ્પોર્ટ્સ એન્કલેવમાં ગુજરાતની ૬૫૦ શાળાઓના બાળકોને જોડવાનો નિર્ણય કરાયો છે અને વિવિધ સ્કુલોના બાળકોને સપ્તાહમાં એક દિવસ આ એન્કલેવમાં રહેવા, જમવા અને કોચીંગ-ટ્રેનિગની વ્યવસ્થા કરવામાં આવશે. આ સ્પોર્ટ્સ એન્કલેવમાં બાળકોને આવવા અને જવા માટે ૩૪ બસોની વ્યવસ્થા કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter