અમદાવાદ: રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ ૧૩મીએ ‘સિટિઝન ફર્સ્ટ’ નામની એપ નાગરિકો માટે ખુલ્લી મૂકી હતી. આ એપથી રાજ્યના નાગરિકો પોલીસને લગતી સેવાઓ જેવી કે, ઇ-એપ્લિકેશન, ખોવાયેલી વસ્તુ વાહન કે માણસ અંગેની અરજી, સિનિયર સિટિઝન, ભાડૂત, ડ્રાઈવર, ઘરઘાટી વગેરેની નોંધણી પોલીસ વેરિફિકેશન સર્ટિ., એનઓસી અને એફઆઇઆરની કોપી પોલીસ સ્ટેશનની મુલાકાત લીધા વિના ઓનલાઈન ફોર્મ પર મેળવી શકાશે.
આ અગાઉ નાગરિકોએ આ પ્રકારના કામ માટે પોલીસ સ્ટેશને જવું પડતું હતું. વળી, અમુક વખતે પોલીસ બંદોબસ્ત કે અન્ય સલામતીના કારણોસર વ્યસ્ત હોય તેવા સંજોગોમાં લોકોના કામો અટકી જતાં હતાં. જોકે હવે આ સુવિધા ઉપલબ્ધ થવાથી લોકોને ખૂબ જ ફાયદો થશે. પોલીસ બંદોબસ્ત કે અન્ય સલામતીના કારણોસર લોકો વ્યસ્ત હોય તેવા સંજોગોમાં લોકોના કામો અટકી જતાં હતાં. જોકે હવે આ સુવિધા ઉપલબ્ધ થવાથી લોકોને ખૂબ જ ફાયદો થશે અને પોલીસ સ્ટેશનને લગતા કામો આંગળીના ટેરવે ગણતરીની મિનિટોમાં જ પૂરા થઈ જશે.

