અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની જમીન પર પગ મૂ્ક્યો અને વિમાનમાં દિલ્હી પરત ફર્યા તે ૩૩ કલાકના સમયગાળામાં ત્રણ રોડ શો કરી નાંખ્યા. 11 માર્ચે સવારે અમદાવાદ એરપોર્ટથી ભાજપ કાર્યાલયમાં માર્ગ પર અને 12 માર્ચે ગાંધીનગરમાં રાજભવનની દહેગામ પાસે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના રૂટ પર અને તે પછી સાંજે અમદાવાદના ઇન્દિરા બ્રિજથી સરદાર પટેલ સ્ટેડિયમ સુધીના રસ્તે પણ રોડ, શો યોજી નાંખ્યો. કોરોના કાળમાં બે વર્ષ દરમિયાન મોદી ગુજરાતમાં આવ્યા ખરા, પરંતુ મર્યાદિત સંખ્યા યોજાતાં સમારોહ પૂરતો જ તેમનો લોકસંપર્ક થયો. ગુજરાતમાં લોકોની સાથે પડી ગયેલું ભૌતિક અંતર પૂરતા માટે તેમણે બે દિવસમાં પૂર્વવર્ત કરવાની ચેષ્ટા કરી છે.
ભાજપના સૂત્રો જણાવે છે કે હવે મોદી ટુંકા ગાળાની અંદર વારંવાર ગુજરાત આવતા રહેશે અને જ્યા સુધી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી ન થયા ત્યાં સુધી તેમના પ્રવાસો ગોઠવતાં રહેશે. આવતા મહિને રાજકોટ, સુરત કે વડોદરા પૈકી એક મહાનગરમાં મોદી આવશે અને ત્યાં પણ આ જ રીતે રોડ-શો થશે, મોદી આ દરમિયાન ભાજપના સ્થાનિક નેતાઓ સાથે પણ સતત સંપર્કમાં રહેશે. આમ મોદી હવે ઇલેક્શન મોડમાં આવી ગયા છે. સરકારની યોજના કે પ્રોજેક્ટના લોન્ચિંગ કે લોકાર્પણ સમારોહમાં તેઓ આવશે. અને સાથે વિશાળ જનમેદનીને સંબોધન પણ કરશે.


