હવે વાઘેલાબાપુ રાજ્યપાલ બનશે?

Wednesday 07th February 2018 10:04 EST
 
 

ગાંધીનગર: તાજેતરમાં જ આનંદીબેન પટેલ મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા છે. હવે વજુભાઈ વાળા, આનંદીબેન પછી ગુજરાતમાંથી ત્રીજા નેતાને રાજ્યપાલપદે નિયુક્ત કરાય તેવી શક્યતા છે. અહેવાલ પ્રમાણે, શંકરસિંહ વાઘેલાને ઓડિશા અથવા તો મહારાષ્ટ્રના રાજ્યપાલ પદે નિયુક્ત કરાશે. ઓડિશાના રાજ્યપાલ જમીરની નિવૃત્તિને બે મહિનાથી પણ ઓછો સમય છે. ઓડિશા બીજુ જનતા દળ શાસિત રાજ્ય છે અને વિધાનસભા ટર્મ એપ્રિલ ૨૦૧૯માં પૂરી થાય છે. જમીર કોંગ્રેસ દ્વારા નિયુક્ત થયેલા રાજ્યપાલ હતા. આ સ્થિતિમાં ઓડિશાના રાજ્યપાલ તરીકે હવે જેની નિયુક્ત થશે તે ચુંટણી વર્ષને ધ્યાનમા રાખીને થવાની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter