હવે વિધાનસભા સત્ર ૨૬મી ફેબ્રુઆરીથી

Wednesday 19th February 2020 05:26 EST
 

અમદાવાદઃ વ્હાઈટ હાઉસે અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારતના પ્રવાસનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આગામી ૨૪ ફેબ્રુઆરીએ ટ્રમ્પ ભારતની અને અમદાવાદની મુલાકાતે આવશે  ટ્રમ્પની ગુજરાત મુલાકાતને ધ્યાને લેતાં વિધાનસભાના બજેટ સત્રના સમયમાં ફેરફાર કરાયો છે. કેમ કે તે જ દિવસે વિધાનસભા સત્ર શરૂ થઈ રહ્યું છે. હવે ૨૬મીએ ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થાય તેમ છે. અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમ પર હાઉડી મોદીની તર્જ પર કેમ છો ટ્રમ્પ કાર્યક્રમ આયોજિત કરાયો છે. જેના પગલે અત્યારથી આખુય તંત્ર ઊંધા માથે છે. ગુજરાત પોલીસથી માંડીને આખીય સરકાર કામે લાગી છે. મોટેરા સ્ટેડિયમની અંદરના ભાગે પૂરજોશમાં તૈયારીઓ થઈ રહી છે. જ્યારે મોટેરા સ્ટેડિયમ નજીકના રસ્તાને નવો ઓપ આપવામાં આવી રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter