અમદાવાદઃ ગુજરાત હાઇ કોર્ટમાં નવા ત્રણ જજની નિયુક્તિ માટે સુપ્રીમ કોર્ટે ત્રણ વકીલોના નામની તાજેતરમાં ભલામણ કરી છે. ગુજરાત હાઇ કોર્ટના ન્યાયાધીશો દ્વારા ભલામણ કરાયેલા નામને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ પણ ગ્રાહ્ય રાખ્યા છે અને મંજૂરી માટે આ નામ રાષ્ટ્રપતિને મોકલાયાં છે. રાષ્ટ્રપતિ આગામી દિવસોમાં આ નામ પર મંજૂરીની મહોર મારે તેવી શક્યતા છે. ૧૪મી ઓગસ્ટે સુપ્રીમ કોર્ટના કોલેજિયમની બેઠક મળી હતી. તે દરમિયાન ગુજરાત હાઇ કોર્ટ તરફથી ન્યાયાધીશોની નિયુક્તિ માટે આવેલાં નામોની ચર્ચા કરાઈ હતી. હાઇ કોર્ટમાં પ્રેક્ટિસ કરતાં એડવોકેટ વૈભવી દેવાંગ નાણાવટી, નિર્ઝરકુમાર સુશીલકુમાર દેસાઇ અને નિખિલ શ્રીધરન કરિઅલને હાઇ કોર્ટના જજ તરીકે નિયુક્તિની ભલામણ સુપ્રીમ કોર્ટના કોલેજિયમે કરી છે.

