અમદાવાદઃ પાસના કન્વીનર હાર્દિક પટેલ અને તેના સાથીઓ દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલ, કેતન પટેલ સામે રાજદ્રોહના કેસમાં ક્રાઈમ બ્રાંચે અમદાવાદની ફોજદારી કોર્ટ સમક્ષ ૧ ૬મી જાન્યુઆરીએ ચાર્જશીટ રજૂ કરી છે. આ ચાર્જશીટમાં અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડથી માંડીને તેનપુરમાં હાર્દિકની ધરપકડની ખોટી અફવા, રાજકોટમાં ક્રિકેટ મેચ વખતે દેખાવો, સુરતમાં રિવર્સ દાંડીયાત્રામાં ઉશ્કેરણી કે અફવા ફેલાવવાને પગલે ગુજરાતભરમાં હિંસક તોફાનો થયા હોવાની ઘટનાનો ચિતાર છે. તો હાર્દિક પટેલ અને મંડળીએ ૧૮મી જાન્યુઆરીએ સરકાર સાથે સમાધાન માટે પાંચ મુદ્દા જેવા કે, ગરીબ પાટીદારોને અનામત આપો, ૧૪ નેતાઓને જેલમુક્ત કરો, પોલીસદમનની તપાસ કરો, દમનકારી પોલીસ સામે પગલાં ભરો, મંત્રણા આંદોલનકારીઓ સાથે જ કરોના અમલની માગ કરી છે.


