અમદાવાદઃ ગુજરાતમાં પાટીદાર સમાજના કન્વીનર અને રાજદ્રોહના કેસમાં સુરતની લાજપોર જેલમાં બંધ હાર્દિક પટેલ છૂટીને તરત સગાઈ કરશે. હાર્દિકની ભાવિ જીવનસાથીનું નામ કિંજલ પટેલ છે. કિંજલ વિરમગામની રહેવાસી છે. હાર્દિક અને કિંજલની સગાઇ પાટીદાર રિવાજ મુજબ કરવાનો નિર્ણય બંનેના પરિવારે કર્યો છે.
હાર્દિકના પરિવારમાં મળેલી માહિતિ અનુસાર કિંજલ અને હાર્દિક વચ્ચે આંદોલન પહેલાં મનમેળ થઈ ગયો હતો અને સગાઈ કરવાનું નક્કી કર્યું હતું. જોકે, ૧૮મી ઓક્ટોબરના રોજ રાજકોટથી હાર્દિકની ધરપકડ થતાં સગાઈ થઈ નહોતી.
જોકે, હવે હાર્દિક જ્યારે પણ જેલમાં બહાર આવશે બંને પરિવારોએ સગાઈ કરવાનું મન બનાવી લીધું છે.
હાર્દિક-કિંજલનો પત્ર વ્યવહાર
હાલ જેલમાં બંધ હાર્દિક પટેલ અને કિંજલ વચ્ચે પત્રો દ્વારા વાતચીત થઈ રહી છે. ખાસ કરીને કિંજલના કહેવાથી હાર્દિક જેલમાં બેઠેબેઠા બુક લખી રહ્યો છે. બુકમાં પણ કિંજલ હાર્દિકને મદદરૂપ થઈ રહી છે અને પુસ્તક માટે જરૂરી માહિતી પૂરી પાડી રહી છે.


