અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે આગામી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, જોકે કયા પક્ષમાંથી અને ક્યાંથી ચૂંટણી લડશે તે કંઈ કહ્યું નથી. પાસ અને એસપીજીના આગેવાનોએ આ જાહેરાતને પાટીદાર સમાજ સાથે દ્રોહ ગણાવ્યો છે, કારણ કે આંદોલન વખતે કોઈપણ પક્ષ સાથે કે રાજકારણમાં જોડાયા વિના સમાજ સેવાનું નક્કી થયું હતું તો રાજકીય વર્તુળોમાં ચર્ચા મુજબ હાર્દિક મોટેભાગે કોંગ્રેસમાંથી અથવા અપક્ષ રહીને લોકસભા ચૂંટણી લડશે. ચર્ચા છે કે હાર્દિકની એન્ટ્રી પર પાબંધી છે તે મહેસાણા અથવા અમરેલી કે પોરબંદર નજીકની બેઠક પરથી તે ચૂંટણી લડી શકે.

