ગાંધીનગરઃ પાટીદાર સમાજના કન્વીનર હાર્દિક પટેલ ૨૭ જાન્યુઆરીએ કિંજલ પરીખ સાથે લગ્નગ્રંથિથી જોડાશે. હાર્દિકના પિતા ભરતભાઇએ જણાવ્યું હતું કે, ૨૬મીએ વિરમગામમાં ભોજન સમારંભ અને અન્ય વિધિનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૭મીએ સુરેન્દ્રનગરના દિગસર ગામમાં હાર્દિક અને કિંજલનાં લગ્ન થશે. નજીકના પરિવારજનોની હાજરીમાં હાર્દિક પ્રભુતામાં પગલા પાડશે. સાદાઇથી યોજાનારા આ લગ્ન સમારંભમાં નજીકના સ્વજનોને આમંત્રણ અપાશે. હાર્દિકને ઊંઝા ઉમિયા માતાના ધામમાં લગ્ન કરવાની ઇચ્છા હતી, પરંતુ મહેસાણા જિલ્લામાં પ્રવેશબંધી હોવાથી દિગસર ગામે માતાજીનું મંદિર છે ત્યાં લગ્ન કરવામાં થશે. કિંજલ સાથે હાર્દિકની સગાઇ કરાયા બાદ તાજેતરમાં લગ્નની જાહેરાત કરવામાં આવી હતી.


